મોરબીની રવાપર-કેનાલ ચોકડી પાસે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા તંત્રની કવાયત

- text


ધારાસભ્ય લલિત કગથરાએ ચાર રસ્તાને પહોળો કરવા 2 કરોડની ગ્રાન્ટ આપવા જાહેરાત કરી

મોરબી : મોરબી શહેરનાં પોશ વિસ્તાર અને આર્થીક સદ્ધર એવા રવાપર ગામમાં વસ્તીમાં ખૂબ ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને મોરબીના સીરામીક ઉદ્યોગકારો, વેપારીઓ અને રાજકીય અગ્રણી સહિતના લોકોનૉ વસવાટ ધરાવતા આ વિસ્તારમાં રવાપર કેનાલ ચોકડીનૉ ટ્રાફિક જામ લોકો માટે શીરદર્દ સમાન બની ગયો છે. મોરબીથી રફાડેશ્વર જતા ભારે વાહનોની અવર જવર તેમજ રવાપર ગામથી શહેર તરફ જતા વાહનોની સઁખ્યા ખૂબ વધારે રહેવાને કારણે વહેલી સવારે તેમજ સાંજના સમયે ચક્કજામની સ્થિતિ સર્જાઈ છે. આ સમસ્યા ઉકેલવા અનેક રજુઆત થઈ હતી. હવે આ રજુઆતને જાણે વાચા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે.

તાજેતરમાં ટંકારાનાં ધારાસભ્ય લલિત કગથરા તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા રવાપર ચોકડીને પહોળી કરવાત્યાંથી પસાર થતા વોકળાની ગોળાઈ કરવા તેમજ દર્પણ સોસાયટીથી રવાપર ગામ સુધી રોડને પહોળા કરી ફોર લેન કરવા અંગેની શકયતાઓ અંગે નિરીક્ષણ કરી સહમતી વ્યક્ત કરી હતી. સાથે સાથે ધારાસભ્ય લલિત કગથરા દ્વારા પણ વહેલી તકે કામગીરી થઈ શકે તે માટે પોતાના સ્વભંડોળ ગ્રાન્ટમાંથી 2 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text