7 સપ્ટેમ્બર : સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં તેજી સાથે થયો

- text


ક્રૂડ તેલમાં નરમાઈનો માહોલ: કોટનમાં સુધારાનો સંચાર: કપાસ, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડો: પ્રથમ સત્રમાં રૂ. ૧૦,૬૨૮ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને કોમોડિટી ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૬૯,૮૬૧ સોદામાં રૂ. ૧૦,૬૨૮.૧૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં તેજી સાથે થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૭ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૭૨૯ વધ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં નરમાઈનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં સુધારા સામે કપાસ, સીપીઓ અને મેન્થા તેલમાં સાર્વત્રિક ઘટાડો વાયદાના ભાવમાં થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૮૩૪૭૧ સોદાઓમાં રૂ. ૫૦૧૯.૬૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૮૦૧ ખૂલી, ઊપરમાં રૂ. ૫૦૮૭૩ અને નીચામાં રૂ. ૫૦૬૮૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૭ વધીને રૂ. ૫૦૮૧૫ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૮ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૧૨૬૮ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૧૬૧ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૦ વધીને બંધમાં રૂ. ૫૦૮૯૧ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૮૨૩૨ ખૂલી, ઊપરમાં રૂ. ૬૮૩૯૮ અને નીચામાં રૂ. ૬૭૭૩૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૭૨૯ વધીને રૂ. ૬૭૯૯૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૭૬૪ વધીને રૂ. ૬૭૯૬૧ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૭૮૭ વધીને રૂ. ૬૭૯૬૩ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૪૧૬૦ સોદાઓમાં રૂ. ૨૪૯૫.૯૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૮૯૪ ખૂલી, ઊપરમાં રૂ. ૨૮૯૬ અને નીચામાં રૂ. ૨૮૫૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૯ ઘટીને રૂ. ૨૮૮૪ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૫૧૨ સોદાઓમાં કુલ રૂ. ૧૫૯.૭૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૭૫૫૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૬૨૦ અને નીચામાં રૂ. ૧૭૫૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૦ વધીને રૂ. ૧૭૫૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૬૩ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨.૯ ઘટીને બંધમાં રૂ. ૭૫૭.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. ૯૬૫ ખૂલી, ઊપરમાં રૂ. ૯૬૬.૯ અને નીચામાં રૂ. ૯૫૧.૧ રહી, અંતે રૂ. ૯૫૩ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૨૩ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૨૪.૫ અને નીચામાં રૂ. ૧૦૧૮ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧.૫૦ ઘટીને રૂ. ૧૦૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૫૪૪૧ સોદાઓમાં કુલ રૂ. ૨૪૫૫.૪૩ કરોડ ની કીમતનાં ૪૮૩૦.૬૫૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૬૮૦૩૦ સોદાઓમાં કુલ રૂ. ૨૫૬૪.૨૩ કરોડ ની કીમતનાં ૩૭૬.૯૫૧ ટન, ક્રૂડ તેલમાં ૨૦૨૫૯ સોદાઓમાં રૂ. ૮૭૯.૯૯ કરોડનાં ૩૦૫૯૬૦૦ બેરલ્સ, કોટનમાં ૬૪ સોદાઓમાં રૂ. ૩.૪૨ કરોડનાં ૧૯૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૩૨૭ સોદાઓમાં રૂ. ૧૪૪.૬૬ કરોડનાં ૧૯૦૬૦ ટન, મેન્થા તેલમાં ૯૩ સોદાઓમાં રૂ. ૧૦.૮૬ કરોડનાં ૧૧૩.૪ ટન, કપાસમાં ૨૮ સોદાઓમાં રૂ. ૭૫.૫૯ લાખનાં ૧૪૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૧૦૭૨.૩૪૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૬૫.૯૩૨ ટન, ક્રૂડ તેલમાં ૪૯૬૫ બેરલ્સ, કોટનમાં ૨૧૪૨૫ ગાંસડી, સીપીઓમાં ૭૦૬૩૦ ટન, મેન્થા તેલમાં ૧૪૬.૮૮ ટન અને કપાસમાં ૩૦૮ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮૦ ખૂલી, ઊપરમાં રૂ. ૬૨૦ અને નીચામાં રૂ. ૪૪૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૭૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫૦ ખૂલી, ઊપરમાં રૂ. ૩૫૦ અને નીચામાં રૂ. ૨૨૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૦૦ બંધ રહ્યો હતો.
ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૭૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૨૮૭૬ ખૂલી, ઊપરમાં રૂ. ૨૯૧૫ અને નીચામાં રૂ. ૨૮૧૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૮૫૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૮૦૯.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૮૬૦ અને નીચામાં રૂ. ૧૭૯૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૮૧૩ બંધ રહ્યો હતો.
ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૦ અને નીચામાં રૂ. ૭૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮૫.૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૫૩.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૫૯.૪ અને નીચામાં રૂ. ૧૩૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪૬.૨ બંધ રહ્યો હતો.

- text