જ્યંતી કવાડિયાનો કોરોના પોઝિટિવ પોઝિટિવ, ટવીટર પર કહ્યું સંપર્કમાં આવેલા લોકો ધ્યાન રાખે

હળવદ : મોરબી જિલ્લામાં કોરોના બેકાબુ બની રહ્યો છે. અને કોરોના સામાન્ય લોકોની સાથે સરકારી અધિકારીઓ, પોલીસ અને હવે રાજકીય આગેવાનોને પણ ઝપટમાં લીધા છે. જેમાં આજે હળવદના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી અને મોરબી જિલ્લાના રાજકીય આગેવાન જ્યંતી કવાડિયાએ પોતે ટવીટ કરીને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણકારી આપી હતી. જ્યંતી કવાડીયા હાલ ભાજપમાં અને ખાસ હળવદ પંથકમાં સક્રિય છે. અને સતત લોકો અને કાર્યકરોની વચ્ચે રહે છે. ત્યારે તેઓ કોરોનાથી સંક્રમિત થતા તેમના અંગત કાર્યકરોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જ્યંતિભાઈએ ટવીટર પર જણાવ્યું હતું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડોક્ટરોની સલાહ મુજબ ઘરે જ સેલ્ફ આઇસોલેશનમાં સારવાર શરુ કરી છે. સાથે જ્યંતિભાઈ તેમના સંપર્કમાં આવેલા લોકોને ધ્યાન રાખવા અને સાવચેત થવા અપીલ કરી છે.