નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને મોરબી અપડેટના સયુંકત ઉપક્રમે ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ

ધોરણ 9-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનું ટાઈમ ટેબલ નોંધી લેશો

મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને મોરબી અપડેટના સયુંકત ઉપક્રમે ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે તે વિષય અને તેનું ટાઈમ ટેબલ નીચે મુજબ રહેશે.

ધોરણ 9 માટે સોમવારે બપોરે 2:30 કલાકે ગણિત, 3:15 કલાકે ઈંગ્લીશ, મંગળવારે બપોરે 2:30 કલાકે ગણિત, બપોરે 3:15 કલાકે સામાજ વિજ્ઞાન, બુધવારે બપોરે 2:30 કલાકે ગણિત, બપોરે 3:15 કલાકે સામાજ વિજ્ઞાન, ગુરુવારે બપોરે 2:30 કલાકે વિજ્ઞાન, બપોરે 3:15 કલાકે ઈંગ્લીશ, શુક્રવારે બપોરે 2:30 કલાકે ગણિત, બપોરે 3:15 કલાકે સામજ વિજ્ઞાન અને શનિવારે બપોરે 2:30 કલાકે વિજ્ઞાન અને 3:15 કલાકે ઈંગ્લીશ વિષયનું ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે.

જ્યારે ધોરણ 10 માટે સોમવારે સવારે 10: 00 કલાકે ગણિત, 10:45 કલાકે સમાજ વિજ્ઞાન, મંગળવારે સવારે 10:00 કલાકે વિજ્ઞાન, 10:45 કલાકે ઈંગ્લીશ, બુધવારે સવારે 10:00 કલાકે ગણિત, 10:45 કલાકે સમાજ વિજ્ઞાન, ગુરુવારે સવારે 10:00 કલાકે વિજ્ઞાન, 10:45 કલાકે ઈંગ્લીશ, શુક્રવારે સવારે 10:00 કલાકે ગણિત, 10:45 કલાકે સમાજ વિજ્ઞાન અને શનિવારે સવારે 10: 00 કલાકે વિજ્ઞાન તથા 10:45 કલાકે ઈંગ્લીશ વિષયોનો ઓનલાઈન અભ્યાસ કરાવાશે.

ધોરણ 12 માટે સોમવારે સાંજે 05:30 કલાકે અંકડાશાસ્ત્ર, 06:15 કલાકે ઈંગ્લીશ, મંગળવારે સાંજે 05:30 કલાકે નામું, 06:15 કલાકે ગુજરાતી, બુધવારે સાંજે 05:30 કલાકે આંકડા શાસ્ત્ર, 06:15 કલાકે ઈંગ્લીશ, ગુરુવારે સાંજે 05:30 કલાકે નામું, 06:15 કલાકે ગુજરાતી, શુક્રવારે સાંજે 05:30 કલાકે આંકડા શાસ્ત્ર, 06:15 કલાકે ઈંગ્લીશ અને શનિવારે સાંજે 05:30 કલાકે નામું તથા સાંજે 06:15 કલાકે ગુજરાતી વિષયોનો ઓનલાઈન અભ્યાસક્રમ ચલાવાશે.