02 sep : સીપીઓમાં ૧૩,૬૧૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારો : કપાસ, કોટન, મેન્થા તેલમાં નરમાઈ

- text


 

સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો: ક્રૂડ તેલમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ. ૧૩,૬૦૪ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, બુલિયન ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૧૯,૨૫૦ સોદામાં રૂ. ૧૩,૬૦૪.૮૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૧૬૨૦૧ ખૂલી, ઊપરમાં ૧૬૨૨૭ અને નીચામાં ૧૬૧૧૪ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૧૧૩ પોઈન્ટના ઘટાડા સાતે ૧૬૧૪૨ના સ્તરે બંધ થયો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં પ્રથમ સત્રમાં રૂ.૯૬.૬૭ કરોડનું ટર્નઓવર થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, મેન્થા તેલમાં નરમાઈ સામે ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૧૩,૬૧૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના બાવમાં સુધારો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૨૭૮૪૯ સોદાઓમાં રૂ. ૭૮૭૩.૧૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૪૪૯ ખૂલી, ઊપરમાં રૂ. ૫૧૫૦૦ અને નીચામાં રૂ. ૫૧૧૩૯ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૮૨ ઘટીને રૂ. ૫૧૩૨૦ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૭૨ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૧૭૦૪ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૬ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૨૧૫ થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫ ઘટીને બંધમાં રૂ. ૫૧૦૧૨ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૭૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૬૭૬૮૮ અને નીચામાં રૂ. ૬૬૮૦૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪૯૯ ઘટીને રૂ. ૬૬૮૫૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૧૫૦૯ ઘટીને રૂ. ૬૯૩૫૭ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૧૪૯૭ ઘટીને રૂ. ૬૯૩૬૫ બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૧૨૬૦ સોદાઓમાં રૂ. ૨૭૮૪.૨૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૩૧૫૫ ખૂલી, ઊપરમાં રૂ. ૩૧૬૫ અને નીચામાં રૂ. ૩૧૩૭ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૭ વધીને રૂ. ૩૧૫૨ બંધ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં ૧૦૭૯ સોદાઓમાં કુલ રૂ. ૧૧૭.૪૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૭૮૨૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૮૪૦ અને નીચામાં રૂ. ૧૭૭૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૦ ઘટીને રૂ. ૧૭૭૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૬૩.૪ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪.૪ વધીને બંધમાં રૂ. ૭૬૬.૩ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. ૯૮૪ ખૂલી, ઊપરમાં રૂ. ૯૯૧.૯ અને નીચામાં રૂ. ૯૭૦.૬ રહી, અંતે રૂ. ૯૭૬.૫ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૩૧.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૩૨ અને નીચામાં રૂ. ૧૦૨૮ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩ ઘટીને રૂ. ૧૦૩૦.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.
વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૬૭૦૯ સોદાઓમાં કુલ રૂ. ૪૦૧૯.૦૫ કરોડ ની કીમતનાં ૭૮૨૫.૯૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૦૧૧૪૦ સોદાઓમાં કુલ રૂ. ૩૮૫૪.૧૦ કરોડ ની કીમતનાં ૫૫૨.૫૩ ટન, ક્રૂડ તેલમાં ૧૦૬૯૪ સોદાઓમાં રૂ. ૫૩૭.૭૩ કરોડનાં ૧૭૦૬૩૦૦ બેરલ્સ, કોટનમાં ૫૯ સોદાઓમાં રૂ. ૩.૨૪ કરોડનાં ૧૮૨૫ ગાંસડી, સીપીઓમાં ૯૨૩ સોદાઓમાં રૂ. ૧૦૪.૧૯ કરોડનાં ૧૩૬૧૦ ટન, મેન્થા તેલમાં ૭૪ સોદાઓમાં રૂ. ૯.૩૨ કરોડનાં ૯૫.૦૪ ટન, કપાસમાં ૨૩ સોદાઓમાં રૂ. ૬૮.૦૭ લાખનાં ૧૩૨ ટનના વેપાર થયા હતા.

- text

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૮૫૭.૪૭૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૬૯.૪૨૮ ટન, ક્રૂડ તેલમાં ૪૧૮૦ બેરલ્સ, કોટનમાં ૧૮૪૦૦ ગાંસડી, સીપીઓમાં ૭૪૧૭૦ ટન, મેન્થા તેલમાં ૧૪૧.૪૮ ટન અને કપાસમાં ૩૮૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૦ ખૂલી, ઊપરમાં રૂ. ૩૫૨.૫ અને નીચામાં રૂ. ૨૭૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૨૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૦ ખૂલી, ઊપરમાં રૂ. ૨૯૯.૫ અને નીચામાં રૂ. ૨૪૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૯૨ બંધ રહ્યો હતો.
ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૭૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૫૬૫૬ ખૂલી, ઊપરમાં રૂ. ૫૬૫૬ અને નીચામાં રૂ. ૪૯૭૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૨૫૫.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૬૬૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૮૧૯ અને નીચામાં રૂ. ૧૬૪૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૭૨૧.૫ બંધ રહ્યો હતો.
ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૩૨૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૯૫ ખૂલી, ઊપરમાં રૂ. ૯૭.૫ અને નીચામાં રૂ. ૮૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૯૪.૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૩૧૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૮૬.૪ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૦ અને નીચામાં રૂ. ૮૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૯૪.૪ બંધ રહ્યો હતો.

- text