મહેન્દ્રગઢમાં વરસાદી પાણીના નિકાલ અને ST બસના રૂટ અંગે ગ્રામ પંચાયતની રજૂઆત

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મહેન્દ્રગઢ ગ્રામ પંચાયતના સરપંચ એમ. એમ. ભોરીયા દ્વારા ટેલ વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા મચ્છુ-2 સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને અને મહેન્દ્રનગર ગામે એસટી રુટ શરૂ કરવા એસ.ટી. ડિવિઝનને લેખિત રજૂઆત કરી અપીલ કરવામાં આવી છે.

તેઓએ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મહેન્દ્રગઢ ગામમાં માઈનર-5 કેનાલ શાખાનો ટેલ વિસ્તાર આવેલ છે. જ્યાં ડેમ ઓવરફ્લો થવાથી પાણી ભરાય ગયા છે. અને પાણીના નિકાલની વ્યવસ્થા નથી. જેથી, સીમમાં મોટું નુકસાન થયેલ છે. તાજેતરમાં કેનાલમાં વરસાદી પાણી છોડાઈ રહ્યું છે, તે પાણી સીમમાં આવે છે. આથી, ઉભા પાક બળી જાય છે. આ બાબતે વારંવાર રજૂઆત છતાં સિંચાઈ વિભાગની ઊંઘ ઊડતી નથી, એ અફસોસજનક ગણાય. કેનાલમાં ચોમાસાનું પાણી ન છોડાય તેવી તાત્કાલિક અસરથી વ્યવસ્થા થાય તથા ટેલ વિસ્તારમાં જરૂરી વ્યવસ્થા સાથે પાણીનો કોઈપણ તળાવમાં નિકાલ સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલા ભરવામાં નહિ આવે તો અસરગ્રસ્ત ખેડૂતોએ જનહિતમાં કોર્ટનો આશરો લેવો પડશે. આથી, સત્વરે પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત, મોરબી ડેપો હેઠળ આવતું મહેન્દ્રનગર ગામ નીચાણ વિસ્તારમાં છે. જેથી, અહીંયા પ્રાઇવેટ વાહનની સુવિધા ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં એસ.ટી. બસની ખૂબ જ આવશ્યકતા છે. માટે મોરબીથી માળીયા અને જાજાસર કે સરવડ તરફના રૂટ કે જે વાયા પીપળીયા ચાર રસ્તાથી પસાર થાય છે. તેમાંથી હાલ કામચલાઉ રીતે દિવસમાં બે રુટ ચાલુ કરવામાં આવે તો ગ્રામજનોને સુવિધા મળી રહે, તે માટે મોરબી ડેમો મેનેજરને તાત્કાલિક સૂચના આપી યોગ્ય કરવા અપીલ કરવામાં આવી છે.

- text