ફાટસર ગામમાં ઇલેક્ટ્રિક શોક લાગતા મહિલાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના ફાટસર ગામમાં એક મહિલાને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

ફાટસર ગામમાં રહેતા જયશ્રીબેન વીનોદભાઇ ચોરસીયા ગઈકાલે તા. 21ના રોજ પોતાના ઘરે ઇલેકટ્રીક મોટર ચાલુ કરતા હતા. તે વખતે ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text