23 ઓગષ્ટે લેવાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા રદ : નવી તારીખ હવે પછી જાહેર થશે :

- text


બે વિષયોની પરીક્ષા આપવા ઇચ્છુક ધોરણ વિદ્યાર્થીઓ પણ આવેદન કરી શકશે :

મોરબી : આવનારી 23 ઓગષ્ટે લેવાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા કોરોના મહામારીની વિસ્તૃત સમીક્ષા કર્યા બાદ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. આવનારા દિવસોમાં આ પરીક્ષા માટે નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.

- text

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા કોવિડ -19ની પરિસ્થિતિને લઈને આગામી 23 ઓગષ્ટે લેવાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. જો કે હવે જાહેર થનારી નવી તારીખના ટાઇમટેબલ મુજબ એકના બદલે બે વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન આવેદન કરી પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 25 ઓગષ્ટથી 28 ઓગષ્ટ દરમ્યાન યોજાવવા જઈ રહી છે એમ બી.એમ.સોલંકી (જિલ્લા શિક્ષણ અધિકારી મોરબી)ની એક યાદીમાં જણાવાયું છે.

- text