ટંકારામાં સજનપર-ઘુનડા રોડ પર બાઈક સ્લીપ થતા યુવકનું મોત

ટંકારા : ટંકારામાં સજનપર-ઘુનડા રોડ પર એક યુવક મોટર સાયકલ લઈને જતો હતો. તે વખતે યુવકનું યુવક મોટર સાયકલ સ્લીપ થઇ જતા તેનું મૃત્યુ થયું હતું.

મોરબીના વીશીપરામાં કુલીનગરમાં રહેતા 17 વર્ષીય ઇરફાનભાઇ હારૂનભાઇ લધડ ગત તા. 1ના રોજ સાંજના સમયે ટંકારાના સજનપર-ઘુનડા રોડ પર પસાર થતા હતો. તે વખતે અજાણ્યા કારણોસર તેનું મોટર સાયકલ સ્લીપ થઇ ગયું હતું. આથી, તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.