માળીયા (મી.)ના બગસરા ગામમાં ગેરકાયદે બનાવાતા પાળા અને અગરના કામને અટકાવવા રજૂઆત

- text


માળીયા (મી.) : બગસરા ગામની હદમાં આવતા સર્વે નં. 169 પૈકીના તથા નીલ સર્વે નંબર જમીનમાં ગેર કાયદેસર ચાલતા કામ બંધ કરાવવા બાબતે ગામના સરપંચ મહેબૂબભાઈ સુમરા તથા પંચાયતના સભ્ય શામજીભાઈ વાઘેલા તથા કિશોરભાઈ વાઘેલા દ્વારા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરવામાં આવી છે.

- text

આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાના માળીયા (મિ.) તાલુકાના બગસરા ગામની હદમાં આવતા 169 સર્વે નંબર તથા અન્ય સર્વે નંબરમાં ગેરકાયદેસર જમીનમાં મીઠા ઉત્પાદન માટે મશીનો દ્વારા જમીન ઉપર પાળા તેમજ અગર બાંધકામ ચાલે છે. અને આની અગાઉ પણ બાંધકામ થયેલ છે. તો આ જમીન ગામની જરૂરીયાત હોય, ગામથી નીકળતા પાણીનાં હોકળા / ખેતર તથા ગામના પાણીનો નીકાલ થતો હોય અને આ બાંધકામો તાત્કાલીકના ધોરણે બંધ કરાવવા ગામ વતી માંગણી કરાઈ છે.

વધુમાં, જણાવ્યું છે કે બગસરા ગામની ગોચરની જમીનો ત્યા જ છે. અને બાંધકામ કરશે તો ગામના માલ પશુ માટે થતા ઘાસચારો નાશ પામશે તથા ગામની ખેડવાણ જમીનમાં ખારાશ થશે. ખેડુતો પાયમાલ થશે અને માછીમારી પણ બંધ થશે. આથી, આ બાબતે યોગ્ય પગલા લેવાની તાત્કાલીક જરૂર છે. અગાઉ પણ આ ગ્રામ સભાના ઠરાવ પણ આપેલ છે. પણ આજ દીન સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી. જેથી, તાકીદે કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે.

- text