સુખપર નજીકની હોટલમાં ચાલતા દારૂના વેપલા પર પોલીસ ત્રાટકી:એક ઝડપાયો

જિલ્લા એલસીબી પોલીસે ૭૦૦ ચપલા સહિત રૂ ૭૦ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો

હળવદ: હળવદ તાલુકાના સુખપર ગામ નજીક આવેલ જૂની રામદેવ હોટલ માં આજે મોરબી જિલ્લા એલ.સી.બી પોલીસે દરોડો કર્યો હતો આ દરોડામાં પોલીસે દારૂના ૭૦૦ ચપલા સાથે રૂપિયા ૭૦ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતો સાથે જ હોટલ સંચાલકને પણ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા એલ.સી.બી ટીમના વિક્રમસિંહ બોરાણા સહિતનાઓ દ્વારા હળવદ તાલુકાના સુખપર ગામ નજીક આવેલ જુની રામદેવ હોટલ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન હોટલમાંથી ૭૦૦ દારૂના ચપલા મળી આવ્યા હતા જેની કિંમત ૭૦હજાર થવા જાય છે સાથે જ હોટલ સંચાલક ઠાકરારામ લક્ષ્મણ રામ ચૌધરીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.