હળવદમાં ચોરીની શંકાએ માર માર્યા બાદ ઇજાગ્રસ્ત યુવાને દમ તોડ્યો, બનાવ હત્યામાં પલટાયો

- text


માતાની ફરિયાદના આધારે ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો

હળવદ : હળવદમાં પાંચેક દિવસ પૂર્વે ચોરીની શંકાએ યુવાનને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હોય મૃતક યુવાનની માતાની ફરિયાદને આધારે પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ફરિયાદી લાભુબેન પ્રદીપભાઈ દવેએ આરોપીપકો નવલગીરી રહે.ભવાનીનગર, રવી ભુરા રબારી રહે. ભવાનીનગર, અનિલ જેરામ રહે.પંચમુખી ઢોરે વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પુત્ર લાલાભાઈ ઉ.વ.21ને ભવાનીનગર વિસ્તારમાં આવેલ ત્રણ માળિયા મકાનમાં મોબાઇલ ચોરીની શંકાએ માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે ઘરે આવતા તેને ધાંગધ્રા તાલુકાના રામપરા ગામે લાભુબેનના દિયરના ઘરે મોકલી આપ્યો હતો.

- text

તેઓના દિયર લાલાને સારવાર માટે ધાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તા. 31ના રોજ લાલાનું મોત થયું હતું. જેથી લાશને ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જે બનાવ અંગે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આજે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

- text