મોરબી, વાંકાનેર તથા ટંકારામાંથી શ્રાવણીયો જુગાર રમતા 4 મહિલાઓ સહીત કુલ 29 ઝડપાયા

- text


મોરબી શહેરમાં 6 શખ્સો રૂ. 87,650 તથા વીડી જાબુંડીયા ગામમાં 4 શખ્સો રૂ. 94,600 સાથે પકડાયા
મોરબી શહેરમાં 4 મહિલાઓ તથા 2 શખ્સો, મોરબી તાલુકામાં 6 શખ્સો તથા ટંકારામાં 7 શખ્સો ઝબ્બે

મોરબી : શ્રાવણ માસમાં પત્તા રમવાનું ચલણ જોવા મળે છે. ત્યારે હાલમાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી છે. ગઈકાલે તા. 4ના રોજ મોરબી જિલ્લામાં પોલીસની અલગ-અલગ રેઇડ દરમિયાન જુગાર રમતા કુલ 29 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ લોકો સામે જે તે પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા આરોપીઓ અટકાયત કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન સ્ટાફને મળેલ બાતમી આધારે રાકેશભાઇ ચંદુભાઇ કાવરના કન્યા છાત્રાલય રોડ પર સરદાર સોસાયટીમાં આવેલ વીરાટ એપાર્ટમેન્ટના ફ્લેટમાં તેમના સહીત છ શખ્સો ગંજીપતાના પાના અને પૈસા વતી રોન પોલીસનો તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા હતા. જેના આધારે પોલીસે રેઇડ પડતા આરોપીઓ રોકડ રૂ. 87,650ના મુદામાલ સાથે પકડાઇ ગયા હતા. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ રાકેશભાઇ ચંદુભાઇ કાવર, રવજીભાઇ ધરમશભાઇ ઘુમલિયા, જીગ્નેશભાઇ ધનરાજભાઇ ઘોડાસરા, મનોજભાઇ જીવરાજભાઇ ગોધાણી, કૌશિકભાઇ હીંમતલાલ ઘોડાસરા, ગૌતમભાઇ નરભેરામભાઇ મેરજા (રહે બધા મોરબી, કન્યા છાત્રાલય રોડ, સરદાર સોસાયટી) વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં, મોરબીના માધાપરના ઝાપા પાસેથી આરીફભાઇ મામાદભાઇ પાયક તથા ગુલામહુશેન અભરામભાઇ લુઢરને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ. 1,350 કબ્જે કર્યા છે.

વધુમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના ત્રાજપર-ખારીમાં રામજી મંદીર પાસે ચાર મહિલાઓને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. જેમાં નીમુબેન રાજેશભાઇ સનુરા, મંજુબેન રમેશભાઇ બારૈયા, ગીતાબેન રમેશભાઇ ટીડાણી તથા શારદાબેન સોમાભાઇ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ. 4,550 જપ્ત કરી છે.

- text

તેમજ મોરબી તાલુકાના જુના હજનાળી ગામમાં આવેલ શક્તિ માતાજીના મંદિર પાસે આવેલ ચોકમાં જુગાર રમતા નવતમભાઇ જસમતભાઇ ભાડજા, રાજેશભાઇ મંગાભાઇ પરમાર, પ્રવિણભાઇ અંબારામભાઇ ધંધુકીયા, દેવશીભાઇ ઓધવજીભાઇ ધંધુકીયા, દેવશીભાઇ સોંડાભાઇ રૂદાતલા તથા દિનેશભાઇ ઉર્ફે કાળીયો ચતુરભાઇ ધંધુકીયા મળી આવ્યા છે. મોરબી તાલુકા પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 10,830 જપ્ત કરી છે.

આ ઉપરાંત, વાંકાનેર તાલુકા તથા સર્વેલન્સ ટીમના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સ્ટાફને મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામેથી આરોપીઓ ભીખુભાઇ દાદભાઇ તકમરીયા, દીલીપભાઇ નકુભાઇ ખાચર, મનસુખભાઇ સોમાભાઇ ડુમાણીયા તથા કિશોરસિંહ હનુભા જાડેજા ગંજીપતાના પાના વતી તીન પતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રૂપીયા 94,600ના મુદામાલ સાથે પકડી પાડી ચારેય ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

વધુમાં, ટંકારા તાલુકાના મોટા રામપર ગામમાં ગ્રામ સમાજની વાડી પાસે પાદરમાં જુગાર રમતા હીતેશભાઇ પિતાંબરભાઇ મંડાણી, અબાસભાઇ અલ્લારખાભાઇ કુરેશી, અશ્વિનભાઇ હીરાભાઇ કુકરવાડીયાને પકડી પાડવામાં આવ્યા છે. ટંકારા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 30,600 જપ્ત કર્યો છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા ટંકારા તાલુકાના વિરપર ગામે કોળીવાસ પાસે વોકળાના કાઠે હસમુખભાઇ રઘુભાઇ ઉધરેજા, મહેશભાઇ દેવશીભાઇ શનારીયા, નાગજીભાઇ ગોકરભાઇ દેગામા, દિનેશભાઇ લક્ષ્મણભાઇ ઉચાસણાને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ રૂ. 11,700ની રોકડ કબ્જે કરવામાં આવી છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

- text