ટંકારામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો પકડાયા

ટંકારા : ટંકારામાં બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ટંકારાના અમરાપર રોડ પર સરકારી હોસ્પીટલ પાછળના વિસ્તારમાંથી વસીમભાઇ અજીતભાઇ સાંજી (ઉ.વ.૨૦, ધંધો મજુરી, રહે. ટંકારા સરકારી હોસ્પીટલના ક્વાટર્સ) તથા હુશેનભાઇ સલીમભાઇ સોલંકી (ઉ.વ.૧૯, ધંધો-મજુરી, રહે. ટંકારા, પી.ડબ્લ્યુ.ડી.ના બંગલા પાછળ હાજીભાઇ આમદભાઇ માડકીયાના ભાડના મકાનમાં, મુળ રહે. જામનગર, ગુલાબનગર)ને ભારતીય બનાવટના વિદેશી દારૂની 18 બોટલો, કી.રૂ. 5,400 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ આ મુદામાલ ગે.કા. રીતે પાસ, પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.