રામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહેનાર સ્વામી પરમાત્માનંદનું સન્માન કરાયું

- text


મોરબીના પરશુરામ ધામની પવિત્ર માટી પણ સ્વામી પરમાત્માનંદને અર્પણ કરાઈ

મોરબી : મોરબીના પરશુરામ મંદિરના આગેવાનોએ આર્ષ વિદ્યા મંદિર (મૂંજકા, રાજકોટ) ખાતે મુલાકાત લીધી હતી. અને પરશુરામ ધામની પવિત્ર માટી અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહેનાર સ્વામી પરમાત્માનંદને અર્પણ કરાઈ હતી.

આખરે રામ ભક્તો અને કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણના ભૂમિપૂજનના ઐતિહાસિક અવસર આવી ગયો છે. જેની વર્ષોથી રાહ જોવાતી હતી. ત્યારે રામમંદિર નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર સ્વામી પરમાત્માનંદજી (આર્ષ વિધ્યા મંદિર મુંજકા રાજકોટ) ની શુભેચ્છા મુલાકાત મોરબી પરશુરામ ધામના આગેવાનોએ લીધી હતી.

- text

આ દરમિયાન તેઓને પરશુરામ ધામ મોરબીની પવિત્ર માટી અર્પણ કરી સાથોસાથ સ્વામીજીનું વિશિષ્ટ સન્માન પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા તથા અગ્રણી રવીન્દ્રભાઈ ત્રિવેદી ડૉ. બિપીનભાઈ લહેરૂ, રાજુભાઈ કે. ભટ્ટ સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વામીજી સાથેની વાતચીતમાં તેઓએ આ ધન્ય ઘડીના ભાગીદાર બનતા પોતાની જાતને સૌભાગ્ય શાળી ગણાવી સમગ્ર રામજન્મભૂમિ આંદોલનની અનેક વાતો તથા આગેવાનોને આ તકે યાદ કર્યા હતા.

 

- text