માળીયા (મી.) નજીક નેશનલ હાઇવે પર વાહન અકસ્માતમાં એકનું મોત

માળીયા (મી.) : માળીયા (મી.) નજીક નેશનલ હાઇવે પર વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇસરચાલકનું મોત નીપજ્યું છે.

ગઈકાલે તા. 3ના રોજ સવારના સાડા પાચેક વાગ્યા આસપાસ માળીયા (મી.) પાસે નેશનલ હાઇવે પર અમીરશ હોટલ સામે ભારત પંપ પાસે આઇસર ગાડી રજી નંબર જી.જે.-૧૮-બી.ટી.-૦૨૫૦ના ચાલક અનીલકુમાર શ્રીરામલલક પાલ (રહે. અમદાવાદ, વૈભવ રો હાઉસ, પ્રાથના નગર પાછળ, અસલાલી રોડ, નારોલ)એ ગાડીને આગળ જતા કોઇ અજાણ્યા વાહન સાથે ભટકાડી દીધી હતી. આથી, તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.