મોરબી : વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની અટકાયત

મોરબી : મોરબી શહેરના લાતી પ્લોટમાંથી એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 3ના રોજ મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી ભરતભાઇ વિઠ્ઠલભાઇ અઘારા (ઉ.વ. 42, રહે. ધરમપુર ગામ, રાજબાઇ માતાજીના મંદિર પાસે, તા. મોરબી, મુળ રહે. વેજલપર, તા. માળીયા (મી.)) ભારતીય બનાવટના વિદેશી દારૂની 2 બોટલો, કી.રૂ. 600 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.