મોરબી : પ્રેમ સબંધ મામલે મિત્રને મદદ કેમ કરે છે તેમ કહી યુવાન પર છરી વડે હુમલો

ચાર શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણનગરમાં પ્રેમ સંબંધ મામલે મારામારી થઈ હતી. જેમાં એક યુવાનને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ચાર શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલી આ બનાવની ફરિયાદ અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણ નગરમાં હિતેશભાઈ પાટડીયા નામના યુવાન ઉપર અનૈતિક પ્રેમ સબંધ મામલે મિત્રને સપોર્ટ કરતા હોય તેવી શંકા રાખીને આરોપીઓ ઉમેશભાઈ જીવાભાઈ મકવાણા, સુરેશભાઈ જીવાભાઈ મકવાણા, રાહુલભાઈ સુરેશભાઈ મકવાણા અને પીયૂષભાઈ સુરેશભાઈ મકવાણાએ ગઈકાલે હિતેશભાઈ ઉપર છરીથી હુમલી કર્યો હતો. આ બનાવ અંગે હિતેશભાઈની હાલ રાજકોટ રહેતી પત્ની પૂજાબેન હિતેશભાઈ પાટડીયાએ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. આથી આ મામલે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.