વાંકાનેરમાં જુના મનદુઃખનો ખાર રાખી આધેડને માર મારીને ધમકી આપી

સાત શખ્સો સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરમાં જુના મનદુખનો ખાર રાખી આધેડને સાત શખ્સોએ માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આધેડની ફરિયાદ પરથી સાત શખ્સો સામે એટ્રોસીટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી નારણભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ. ૫૧, ધંધો ખેતી, રહે. માટેલ, તા વાંકાનેર) એ આરોપીઓ જીતાભાઇ વશરામભાઇ, મહેશભાઇ ટીડાભાઇ ઘેણોજા, બચુબેન ટીડાભાઇ ઘેણોજા, લાભુબેન લઘરાભાઇ ઘેણોજા, મહેશભાઇ લઘરાભાઇ ઘેણોજા, લઘરાભાઇ છગનભાઇ ઘેણોજા, સુખદેવભાઇ માલાભાઇ ડાભી (રહે. બધા માટેલ, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૩ના રોજ સાંજના પોણા છ એક વાગ્યે લાભુભાઇની દુકાન પાસે ઢુવા ખાતે ફરીયાદીએ અગાઉ ગત તા. ૧૭ જૂનના રોજ આરોપીઓ વિરુધ્ધ ફરીયાદ કરેલ, જેનું મનદુ:ખ રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી તેમજ ડાબા કાને મુંઢ માર માર્યો હતો. તેમજ તીક્ષ્ણ હથીયાર છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધુત કરીને બીજા આરોપીઓને ફોન કરીને બોલાવી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.