હીરાપરના વિદ્યાર્થીઓ હવે ખાનગી શાળામાં નહિ ભણે, 30 છાત્રોનો ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ

- text


ટંકારા : બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારી પ્રાથમિક શાળાઓ ખૂબ સારી કામગીરી કરી રહી છે ત્યારે ખાનગી શાળાઓ તરફ આંધળી દોટ મૂકી રહેલા વાલીઓને સાચી દિશા ટંકારા તાલુકાના હીરાપર ગામના વાલીઓએ બતાવી છે. હીરાપર ગામમાંથી ખાનગી શાળાઓમાં ભણવા જતા તમામ 30 જેટલા બાળકોને ગામની સરકારી પ્રાથમિક શાળામાં ભણાવવાનો નિર્ણય લીધો છે.

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયાના સહયોગથી ટંકારા બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર અને હીરાપર ગામના યુવાન પીઠડ તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ ફેફરે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓનો સંપર્ક કરીને સરકારી શાળાની કામગીરી અને શિક્ષણ અંગે માર્ગદર્શન આપીને તેમના બાળકોને ગામની સરકારી શાળામાં જ ભણાવવા અંગે સમજૂતી આપી હતી અને તમામ વાલીઓ તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને તમામ વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

- text

આ કામગીરીમાં ગામના યુવાનો વ્રજલાલ સવસાણી, રમેશભાઈ ફેફર, વિજયભાઈ ફેફર તેમજ શાળાના આચાર્ય શ્રી રીટાબેન અને તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. હવે પછી ગામના જ 20 જેટલા યુવાનોની શિક્ષણ કમીટી બનાવવામાં આવી છે જે શાળાના શિક્ષણના વિકાસ માટે એસ.એમ.સી.ની સાથે સાથે જ સહાયકની ભૂમિકા તરીકે કામગીરી કરશે.

- text