GTUની ઓનલાઈન એકઝામમાં લોગઇન ન થવાની મોરબીમાં ઉઠી ફરિયાદ

- text


મોરબી : GTUની આજે લેવાઈ રહેલી ઓનલાઈન પરીક્ષામાં ઓફિશિયલ GTU સર્વરમાં એરર આવતા નિયત સમયમાં પરીક્ષા પુરી ન કરી શકવાની ફરિયાદ ઉઠી છે.

આજે 4 ઓગષ્ટના રોજ લેવાઈ રહેલી GTUની ઓનલાઈન એક્ઝામ દરમ્યાન ઓફિશિયલ સર્વરમાં કોઈ ફોલ્ટ સર્જાતા સેમ 8માં પરીક્ષા આપી રહેલા મોરબીની એલ.ઇ.કોલેજના વિદ્યાર્થી અર્જુનદાન ભરતદાન ગઢવી સહિત અન્ય એક વિદ્યાર્થીને કુલ 70 મિનિટ દરમ્યાન જીટીયુના ઓફિશિયલ સર્વરમાં એરર આવતા લોગઇન જ થઈ શક્યા ન હતા. આ સમસ્યાની જાણ GTUમાં કરતા જોઈ આપું છું જેવો જવાબ મળ્યા બાદ પણ લોગઇન ન થતા વિદ્યાર્થી પરીક્ષા આપવાથી વંચિત રહ્યા હતા. આ બાબતે વિદ્યાર્થીઓમાં નિરાશા સાથે કચવાટની લાગણી ફેલાઇ છે.

- text

- text