રાજકોટ ટ્રાફિક પોલીસનો વધુ એક છબરડો, રાજકોટના બાઇકચાલકનો મેમો મોરબીના રહીશને આવ્યો

મોરબી : રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા મેમો બનાવવામાં અવારનવાર ભૂલ કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસનો વધુ એક છબરડો સામે આવ્યો છે. રાજકોટ ટ્રાફિક પોલીસની બેદરકારીના લીધે રાજકોટના બાઇકચાલકનો મેમો મોરબીના રહીશને આવ્યો છે.

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની CCTV સર્વેલન્સ ટીમ દ્વારા ભૂલથી વાહન નં. ખોટા નાખવાના કારણે રાજકોટના બાઇકચાલકનો મેમો મોરબીના ઉમિયાનગરમાં રહેતા જયંતીલાલ દેત્રોજાને આવ્યો છે. પરંતુ જયંતિભાઈનું બાઈક ક્યારેય પણ રાજકોટ ગયું નથી. છતાં તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, રાજકોટ ટ્રાફિક પોલીસના આવા અણધડ વહીવટને કારણે મોરબીવાસીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.