મોરબીના એસપી ડો.કરણરાજ વાઘેલાની બદલી, નવા એસપી તરીકે એસ.આર.ઓડેદરા મુકાયા

- text


મોરબી : રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રીમાં રાજ્યના 74 આઇપીએસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના કર્મઠ અને હોશિયાર એસપી ડો.કરણરાજ વાઘેલાનો પણ સમાવેશ થાય છે.

જેમાં મોરબીના જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની વડોદરા બદલી કરવામાં આવી છે. તેમને વડોદરા ઝોન 3ના ડેપ્યુટી કમિશ્નરની જવાબદારી સોંપવામાં આવી છે. મોરબીના એસપી તરીકે ડો.કરણરાજ વાઘેલાએ બે વર્ષ દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા ઉપરાંત સતત લોકો અને નાગરિકોના સંપર્કમાં રહી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનો છાપ ઉભી કરી હતી. સાથો સાથ અનેક ગંભીર ગુન્હાઓનો ત્વરિત ભેદ ઉકેલવામાં સફળ રહ્યા હતા. ખાસ તેઓએ મોરબી જિલ્લામાં કોરોનાના અને લોકડાઉન દરમિયાન ખૂબ સરસ કામગીરી બજાવી હતી. તેમજ તેમના કાર્યકાળ દરમિયાન દરેક નાના મોટા પોલીસકર્મીઓમાં એક સારા અને દરેક સ્ટાફનું ધ્યાન રાખનાર અધિકારી તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી.

જ્યારે મોરબીના જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલાની બદલી થતા તેમની જગ્યાએ એસ.આર.ઓડેદરા(IPS)ની નિમણૂક કરવામાં આવી છે. એસ.આર.ઓડેદરા નર્મદા જીલ્લામાં એસઆરપી ગ્રુપ 18ના કમાનડેટ તરીકે ફરજ નિભાવતા હતા. જ્યાંથી તેમની મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે. મોરબીના એસપી તરીકે મુકાયેલા એસ.આર.ઓડેદરા અગાવ રાજકોટ શહેરમાં DCP તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

- text

મોરબી ઉપરાંત રાજકોટ રેન્જના અન્ય જિલ્લામાં પણ એસપીની બદલી કરવામાં આવી છે. જેમાં વલસાડ એસપી સુનિલ જોશીની દેવભૂમિ દ્વારકા એસપી તરીકે અને ડાંગ આહવા એસપી શ્વેતા શ્રીમાળીને જામનગર એસપી તરીકે નિમણુંક આપવામાં આવી છે. જ્યારે મોરબી જિલ્લાના વતની ડીસીપી રાજદીપસિંહ ઝાલાને વલસાડ એસપી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

- text