એમ્બો ગ્રેનાઈટોમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબી ત્રાટકી : 12ની ધરપકડ, રૂ.4 લાખની રોકડ કબ્જે

- text


વાંકાનેર : વાંકાનેરમાં સરતાનપર રોડ પર આવેલા સીરામીકના કારખાનામાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે ત્રાટકીને 12 શખ્સોની અટકાયત કરી છે. આ સાથે રૂ. 4 લાખની રોકડ કબ્જે કરી તમામ શખ્સો સામે ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

- text

પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીએ વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ એમ્બો ગ્રેનીટો નામના કારખાનામાં ચાલતા જુગરધામ ઉપર દરોડો પાડી ઓફિસમાં જુગાર રમતા વિપુલભાઇ બાબુભાઇ પરસુંબીયા, લલીતભાઇ અવરચરભાઇ દેત્રોજા, પરેશભાઇ રતીલાલ સાણંદીયા, આશીષભાઇ ભુપતભાઇ ગોધવીયા, રજનીકાંત જયંતીભાઇ જાલરીયા, જીજ્ઞેશભાઇ હરજીવનભાઇ કાવર, યોગેશભાઇ મનસુખભાઇ ચારોલા, નિલેષભાઇ અમરશીભાઇ દેત્રોજા,જીજ્ઞેશભાઇ જેઠાભાઇ વસાણીયા, નિકુંજ મનસુખભાઇ બોડા, કેતનભાઇ રવજીભાઇ અંદરપા, નિરવભાઇ હસુભાઇ બોડાને રૂ.4.05 લાખની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text