કડીયાણાથી માથક જવાનો રોડ ઓવરલોડ વાહનો ચાલવાને કારણે તૂટી ગયો..!!

- text


 

ખરાબ રોડને કારણે બાઇકચાલકને નડ્યો અકસ્માત: થોડા સમય પહેલાં જ રોડ નવો બન્યો હતો

હળવદ: હળવદ તાલુકાના કડીયાણાથી માથક જવાના રોડ પર ઓવરલોડ વાહનો પસાર થતાં હોવાને કારણે ૨ વર્ષ પહેલાં જ બનેલો રોડ તૂટી ગયો છે આ બિસ્માર રોડ ને કારણે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને અકસ્માતો નડી રહ્યા છે ત્યારે ગઇકાલે જ કડીયાણા ગામના યુવાનને અકસ્માત નડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી લોકો માંગ કરી રહ્યા છે. કે અહીં નીકળતા ઓવરલોડ વાહનો વહેલી તકે બંધ કરાવવામાં આવે અને બિસ્માર થઈ ગયેલા રોડને વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે કારણકે અનેકવાર રજૂઆતો કર્યા બાદ રોડ નવો બન્યો હતો. જે હાલ તૂટી ગયો છે.

- text

ખાસ કરીને હળવદથી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો વાંકાનેર તરફ જતા હોય છે. જે ડમ્પરો કડીયાણાથી માથક જવાના રોડ પરથી પસાર થતા હોય છે.જ્યારે મુળી તરફથી સફેદ માટી ભરી આવતા ઓવરલોડ ડમ્પરો માથકથી કડીયાણા તરફ આવતા હોય છે. જેને કારણે ૨ વર્ષ પહેલાં બનેલો રોડ ઓવરલોડ વાહનો પસાર થવાને કારણે તૂટી ગયો છે. જેથી આ બિસ્માર થઈ ગયેલા રોડ પરથી પસાર થતાં ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. આવો જ એક બનાવ ગઈકાલે બન્યો હતો.કડીયાણા ગામના ભરતભાઇ બાઈક લઈ રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે બિસ્માર થઈ ગયેલા રસ્તાને કારણે બાઈક ફસાઈ જતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી લોકો માંગ કરી રહ્યા છે કે બિસ્માર થઈ ગયેલા રસ્તાની વહેલી તકે મરામત કરવામાં આવે અને અહીંથી પસાર થતા ઓવરલોડ વાહનો ને બંધ કરવામાં આવે. 

- text