મોરબીના ગુલાબનગરમાં ગટરની તૂટેલી લાઈનનું રીપેરીંગ કરવા રજૂઆત

મોરબી : મોરબીના કંડલા બાયપાસ રોડ પર પાપાજી ફન વર્લ્ડ પાછળ આવેલ ગુલાબનગરના સ્થાનિકો દ્વારા ભૂગર્ભ ગટરની લાઈનમા પડી ગયેલા ભંગાણને રિપેર કરવા બાબત મોરબી નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે.

ગુલાબનગરના રહીશોએ જણાવ્યું છે કે ઘણા સમયથી ભૂગર્ભ ગટરની લાઈનમા ભંગાણને લીધે આજુબાજુના વિસ્તારમા રહેતા લોકો પરેશાન છે. આ ગટરના પાણીથી મચ્છર અને રોગચાળો ફેલાઈ રહ્યો છે. તો ઝડપથી આ ભૂગર્ભ ગટરની લાઈનમા થયેલ ભંગાણને લીધે રિપેર કરવા વિનંતી છે.