મોરબીમાં નટરાજ ફાટકથી લઈને સર્કિટ હાઉસ સુધીના રોડના ખાડા બુરાવો, કાઉન્સીલરની કલેકટરને રજુઆત

મોરબી : મોરબી શહેરમાં નટરાજ ફાટકથી લઈને સર્કિટ હાઉસ સુધીના રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ થઈ ગયા છે. જેને પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ અંગે પાલિકાએ એવું જાહેર કર્યું છે કે આ રોડ સ્ટેટ હાઇવેનો હોવાથી આ કામગીરી તેમનામાં ન આવે માટે પાલિકાના કાઉન્સીલર નરેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી જણાવ્યું છે કે પાલિકા આ કામ માટે ના પાડે છે. આ કામ પીડબલ્યુડીને કરવું પડે. તો આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવે.