રક્ષાબંધન નિમિત્તે ભાઈનું મોં મીઠું કરાવવા માટે દુધના પેંડા પ્રથમ પંસદ

- text


પ્યોર દુધના પેંડાની જબરદસ્ત માંગ : ફરસાણની દુકાનોમાં દુધ બાળવાનુ શરૂ

ટંકારા : રક્ષાબંધનના તહેવારને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે બેન ભાઈને રાખડી બાંધી એકબીજાને મોં મીઠું કરાવે છે. મીઠાઈમાં આજે પણ દુધના પેંડાએ આગવું સ્થાન જાળવી રાખ્યું છે અને પ્યોર દુધના કોઈ મિલાવટ વગરના શુદ્ધ પેંડા વેપારીઓએ બનાવવાનુ શરૂ કરી દીધુ છે.

ટંકારાના દેરાસર રોડ ઉપર આવેલ ભરત ફરસાણવાળા અશોકભાઈ કારાવડીયા જણાવે છે કે કોરોના વાઈરસને પગલે લોકો પ્યોર ખાદ્ય મિઠાઈ તરફ વળ્યા છે. રંગીન અને આકર્ષક મિઠાઈની માંગ સાવ નહીંવત રહી છે. ત્યારે તેઓ દુધને બાળી કોઈપણ મિલાવટ વગર મધુર પેંડા બનાવે છે. જેની બારે માસ માંગ રહે છે. શ્રાવણના પ્રવિત્ર માસે ઉપવાસમા અને ધાર્મિક સ્થળોએ પણ દેવને ધરવા માટે ઉપયોગ લેવાઈ છે.

- text

- text