મોરબીની ચિત્રકૂટ ટોકીઝ નજીક ગંદકીની સમસ્યાનો હલ લાવવા ‘આપ’ની રજૂઆત

મોરબી : મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ચિત્રકૂટ ટોકીઝ વિસ્તારના સ્થાનિકો દ્વારા રોડ પર ઉભરાતી ગટરો અને લાઈનના કારણે ત્યાં સર્જાતી ગંદકીની સમસ્યાનો નિવારણ લાવવા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ચિત્રકૂટ ટોકીઝ રોડ પર કેટલાય વર્ષથી ઉભરાતી ગટર અને તૂટેલી પાણીની લાઈનના કારણે ત્યાં ગંદકી થાય છે. લોકડાઉન પહેલા ત્યાં રોડ બનાવવાનું કામ શરૂ થયેલ પરંતુ એટલા ભાગને રાખી દેવામાં આવેલ હતો. જેથી, રોડ પર વાહનો લઈને નીકળવું બહુ જ મુસીબતભર્યું બની ગયેલ છે. એક વખત આ જગ્યાની ચીફ ઓફિસર મુલાકાત લઈ તાત્કાલિક આ મુસીબતનું નિવારણ કરવા અપીલ કરી છે. તેમજ ત્યાંના રહેવાસીઓ અને વેપારીઓએ અનેક વખત ફરિયાદ કરેલ છે. પણ તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવેલ નથી. આથી, ફરીવાર રજૂઆત કરી તાકીદે નિવારણ લાવવા અપીલ કરવામાં આવી છે.