મેસરીયા ગામમાં જુગાર રમતા ત્રણ શખ્સોની અટકાયત

- text


કુલ રોકડ રકમ રૂ. 14,160 જપ્ત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં ત્રણ શખ્સોને કુલ રોકડ રકમ રૂ. 14,160 સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે.

- text

ગઈકાલે તા. 31 જુલાઈના રોજ મેસરીયા ગામના નવાપરા વીસ્તારમાં ચોકમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગોળ કુંડાળુ વળીને ગે.કા. રીતે જુગાર રમતા નીલેશભાઇ મનસુખભાઇ સોલંકી, અલ્પેશભાઇ રમણીકભાઇ ગોટેચા તથા રમેશભાઇ ભનાભાઇ ડાભીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 14,160 કબ્જે કર્યા છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text