મોરબીના વાવડી રોડ પર ઇલેક્ટ્રિક થાંભલાના ખુલ્લા વાયરો જોખમી

- text


મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર મનીષ વિદ્યાલય પાસે ઇલેક્ટ્રિક થાંભલાના અમુક વાયરો ખુલ્લા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. જેના લીધે શોટ લાગવાનું જોખમ રહેલું છે. ચોમાસાની ઋતુમાં આ જોખમ વધી જાય છે. ગઈકાલે એક બાળકને શોટ લાગ્યો હતો. સદ્નસીબે તેને ઇજા પહોંચી નથી. ત્યારે તંત્ર બેદરકારી દાખવ્યા વિના આ વાયરોનું રિપેરિંગ કરી યોગ્ય પગલાં લે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

- text