વહેમ છોડીને વાસ્તવિકતાનો રસ્તો પકડશો તો ચોક્કસ આપત્તિને અવસરમાં બદલી શકાશે

- text


(હિટ વિકેટ.. નિલેશ પટેલની કલમે)

કોરોના એ તો હવે હદ વટાવી છે પરંતુ એ છે એના થી વધુ ખતરનાક આપણે જ એને બનાવી દીધો છે આજ કાલ સોસીયલ મીડિયા માં કોરોના સંબંધી સલાહ સૂચનો નો દોર ચાલી રહ્યો છે કોઈ પોતાના જ્ઞાન નું પ્રદર્શન કરી રહ્યા છે તો કોઈ સલાહકાર ની ભૂમિકા માં આવી ગયા છે તો કેટલાય તો એવા છે જે ફક્ત સાંભળે છે એ જ સાચું માની ને પણ કોરોના ના ડર ને વધુ ને વધુ ફેલાવી રહ્યા છે ને છતાં આપણે કહીએ છીએ કે આપણા દેશ માં બોલવાની પણ છૂટ નથી તો મિત્રો આનાથી વધુ આઝાદી કેવી હોય કે જેમાં જેને જે મજા આવે એ બોલવા દેવાતા હોય

કોરોનાને આપણે એક એવો વાઇરસ બનાવી દીધો છે જે શરીર કરતા હવે મન પર વધુ અસર કરી રહ્યો છે કોરોના થી સંક્રમિત થનારા મોટા ભાગ ના લોકો એવા હોય છે જેને ખરેખર ડોકટર ની જરૂર જ નથી હોતી માત્ર ને માત્ર થોડી તબીબી ગાઈડ લાઈન મુજબ ની સંભાળ ની જરૂર હોય છે અને પરિવાર ને સંક્રમણ થી બચાવવા માટે થોડા દૂર રહેવાની બસ .. પણ આપણે તો કોરોના ને એ હદે મગજ માં બેસાડી દીધો છે કે કોરોના થાય એની સાથે અછૂત જેવા વ્યવહાર કરવામાં આવી રહ્યા છે આસપાસ ના લોકો જાણે તેમના વિસ્તાર માં કોઈ યમદૂત આવી ગયો હોય એમ પોતાને સુરક્ષિત કરવાની લ્હાય માં પીડિત પરિવાર ને મદદરૂપ થવાના બદલે તેમના આત્મસન્માન ને ઠેસ પહોંચાડે છે

સોસીયલ મીડિયા માં એક એવો આક્ષેપ તંત્ર પર કરવામાં આવી રહ્યો છે કે કોરોના પોઝિટિવ ના નામ જાહેર કરવા જોઈએ પણ શું કોઈ એ વિચારે છે કે નામ જાહેર કરવામાં નથી આવતા ત્યારે આ સ્થિતિ છે જો નામ જાહેર કરવામાં આવે તો આપણું વર્તન કઈ હદ સુધી ખરાબ થઈ શકે છે ? .. ના આપણને ફક્ત આપણી સુરક્ષા નો જ વિચાર આવે છે પરંતુ એ ભૂલી જઈએ છીએ કે ઘર , શરી , મહોલ્લો , વિસ્તાર કે શહેર સુરક્ષિત હશે તો જ આપણે પણ સુરક્ષિત રહી શકીશું ? .. ના નથી જ આવતો આવો વિચાર કારણ કે આપણા માં ક્યાંક ને ક્યાંક સંવેદનાઓ નું સ્થાન ધીમે ધીમે સ્વંકેન્દ્રીકરણ લઈ રહ્યું છે

- text

કોરોના ના કેસ વધી રહ્યા છે એ સાચું જ છે પરંતુ કોરોના ની દવા માટે પણ આખી દુનિયા કામે લાગી છે એ પણ વાસ્તવિકતા તો છે જ .. બીજી વાત કે કોરોના નું સંક્રમણ શક્ય એટલું ઓછું થાય એવા પ્રયાસ એ જ હાલ માં કોરોના સામે જીતવાનું મુખ્ય હથિયાર છે કોરોના ને કાબુ માં લેવો એ સરકાર કે તંત્ર ના એકલા ના હાથ ની વાત જ નથી એ ત્યારે જ થઈ શકશે જ્યારે લોકો માં કોરોના ની સાચી સમજણ આવશે ને લોકો પ્રયાસ પણ કરશે કોરોના થી દુર રહેવાના .. પરંતુ અત્યારે તો સ્થિતિ એવી છે કે આરોગ્ય વિભાગ પણ થાકી ચૂક્યું છે ને એ સ્વાભાવિક પણ છે જે કોરોના ના એક માત્ર કેસ આસપાસ આવવાથી આપણે માણસ મટી ને રાક્ષસ જેવું વર્તન કરવા લાગીએ છીએ એ જ કોરોના ના પોઝિટિવ દર્દીઓ સાથે આરોગ્ય વિભાગ નો કાયમી પનારો છે .. હા ક્યાંક ચૂક પણ થતી જ હોય છે એની ના પણ નથી પરંતુ આખી સ્થિતિ માટે જાણે કે આરોગ્ય વિભાગ જવાબદાર હોય એવી વાત સોસીયલ મીડિયા માં ચાલી રહી છે પરંતુ શું એ વિચાર્યું કે જો સારવાર સાથે સંકળાયેલ આરોગ્ય વિભાગ નું મનોબળ તૂટી જશે તો શું થશે ? .. શુ કોરોના સામે સંપૂર્ણ સુવિધા સાથેની સારવાર આપવી એ એમની એકલા ની જ ફરજ છે ? .. નાગરિક તરીકે શુ આપણે પણ મદદરૂપ થવાની ભાવના રાખવી ના જોઈએ ? .. આ દરેક સવાલ ના જવાબ આપણી નૈતિકતા ના આધારે શોધશો તો કદાચ સમજાઈ જશે કે કોઈ પણ સ્થિતિ માટે કોઈ જ જવાબદાર નથી .. માનવસર્જિત એક આફત છે જે માનવ ને જ પરેશાન કરવા આવી છે

આવી પડેલ આફત ને અવસર માં બદલવાની છે ને એ ત્યારે જ શક્ય બનશે જ્યારે લોકો કોરોના વોરિયર્સ ના વાંધાવચકા ને ખામીઓ શોધવાના બદલે તેમને મદદરૂપ થવાની ભાવના કેળવશે .. એ લોકો આપણને બચાવવા માટે મથી રહ્યા છે ત્યારે આપણે પણ સામે એક પગલું ચાલવું જોઈએ ત્યારે જ એમનો પણ કામ કરવાનો ઉત્સાહ બેવડાશે .. હા હશે કેટલાક એવા પણ કોરોના વોરિયર્સ જેમને પોતાની ફરજ નું ભાન ના હોય તો શું જે એ લોકો કરી રહ્યા છે એ જ આપણે પણ કરીશું ? .. શુ આપણે પણ આપણી માનવ હોવાની નૈતિક ફરજ ભૂલી જઈશું ? .. મારી વાત શાંતિ થી વિચારી જુવો હંમેશા યુદ્ધ એ જ જીતે છે જ્યાં એકતા હોય એકબીજા ની દરકાર હોય ને અહીં યુદ્ધ નાગરિકો ને તંત્ર નું નથી અહીં યુદ્ધ માનવ અને વાયરસ વચ્ચે નું છે વાયરસ ને મગજ માંથી કાઢો એની સાચી સ્થિતિ ને સમજી ને નગરિકધર્મ નિભાવો હું ચોક્કસ થી માનું છું કે કોરોના રૂપી આપત્તિ ને આપણે ફરી નૈતિક મૂલ્યો ની જાગૃતિ થકી અવસર માં ફેરવી શકીશું ને નૈતિકતા નું વિસરાઈ ગયેલું હથિયાર આગળ ના સમય માં પણ આવી આપત્તિઓ સમયે ઉપયોગ માં લઇ શકીશું બસ એક વાર ભુલાઈ ગયેલ આ હથિયાર ને હાથ માં તો લઈ જુવો બધા વહેમ દૂર થઈ જશે ને માનવતાનું સંગઠન જીતી જશે ..

નિલેશ પટેલ , મોરબી

- text