જબલપુર ગામે જુગાર રમતા છ શખ્સો પકડાયા

- text


પોલીસે કુલ રૂ. 22,300 કબ્જે કર્યા

ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે છ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 22,300 કબ્જે કર્યા છે.

- text

ગઈકાલે તા. 30ના રોજ જબલપુર ગામમાં જાહેરમાં જુગાર રમતા મણીલાલ ડાયાભાઇ કુંડારીયા, રમેશભાઇ તળશીભાઇ શેરસીયા, સુરેશભાઇ ડાયાભાઇ કુંડારીયા, અમુભાઇ નરશીભાઇ ફેફર, મગનભાઇ વાલજીભાઇ નારીયાણી તથા સુરેશભાઇ રમેશભાઇ ભાડલીયાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રૂ. 22,300 જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

- text