ટંકારામાં જુગાર રમતા બે શખ્સો રૂ. 10 હજાર સાથે ઝડપાયા

- text


ટંકારા : ટંકારા પોલીસ દ્વારા બે શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,450 જપ્ત કર્યા છે.

- text

ગઈકાલે તા. 29ના રોજ ટંકારામાં દેવીપુજકવાસના મેઇન ચોકમાં જાહેરમાં સામ સામે બેસી જુગાર રમતા હિરાભાઇ દામજીભાઇ કુંઢીયા તથા ) હસમુખભાઇ ધીરૂભાઇ કુંઢીયાને પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવમાં પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,450 કબ્જે કરી છે. તેમજ બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text