ગુરુવાર(12.00pm) : કાયાજી પ્લોટ અને એવન્યુપર્કમાં પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લાના કુલ કેસ થયા 297

મોરબી : મોરબીમાં આજે 30 જુલાઈ, ગુરુવારે બપોરે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક કેસ કાયાજી પ્લોટમાં અને એક કેસ એવન્યુ પાર્કમાં આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસ 297 થઈ ગયા છે. જ્યારે આજે પણ કોરોના કેસમાં ઉછાળો આવે એવી શક્યતા છે.

મોરબી જિલ્લામાં ગઈકાલે 29 તારીખે એક દિવસમાં સૌથી વધુ 30 કેસ નોંધાયા બાદ આજે ગુરુવારે બપોરે બે કેસ નોંધાયા છે. જેમાં મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા 55 વર્ષના મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ જાહેર થયો છે. જેનું રિપોર્ટ જામનગર સરકારી લેબમાં કરવામાં આવ્યો હતો. જ્યારે આ ઉપરાંત મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા 59 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમનો રિપોર્ટ અમદાવાદની ખાનગી લેબમાં કરવામાં આવ્યો હતો. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 297 થઈ ગઈ છે. જ્યારે ગઇકાલની જેમ આજે પણ સાંજ સુધીમાં કોરોના કેસમાં નોંધપાત્ર ઉછાળો આવે તેવી શકયતા છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/