મોરબીના સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનના હોદેદારોની વરણી કરાઈ

મોરબી : મોરબીના સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનના નવા હોદેદારોની વરણી કરવા માટે તાજેતરમાં મોરબીના રવાપર રોડ ઉપર શક્તિ પ્લોટ મેઈન રોડ પર આવેલ સીટી વિઝનની ઓફીસ ખાતે એક અગત્યની બેઠક યોજાઇ હતી. જેમાં ગત ટર્મના હોદેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ બોડીને રિપીટ કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. અને સર્વસમતિથી મોરબીના સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબીના પ્રમુખ તરીકે પ્રશાંતભાઈ એમ. મહેતા, ઉપપ્રમુખ તરીકે દિનેશભાઇ જે.પંડ્યા (સીટી વિઝન-મોરબી), મહેશભાઈ આર. ભટ્ટ (પિંગલ), હિતેશભાઈ મહેતા તેમજ મહામંત્રી તરીકે ડો.રજનીકાંતભાઈ ભટ્ટ, મહેશભાઈ એચ. જાની (ભુદેવ) તથા સંગઠન મંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ જોશીની રિપીટ વરણી કરવામાં આવી હતી. જેને સૌએ સાથે મળીને હર હર મહાદેવ અને જય પરશુરામના દિવ્ય જયઘોષ સાથે ઉમળકાભેર વધાવી લીધા હતા. અને નવા હોદેદારોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.