મોરબી : વિદેશી દારૂની 71 બોટલો સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ

- text


કુલ કી.રૂ. 26,500નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂની 71 બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. તેમજ અન્ય ત્રણ શખ્સોની શોધખોળ ચાલુ છે. આ બનાવમાં પોલીસે કુલ કી.રૂ. 26,500નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

- text

ગઈકાલે તા. 29ના રોજ મોરબી તાલુકાના રવિરાજ ચોકડી નજીક ગીરીશભાઇ લાલજીભાઇ પરમાર (ઉ.વ. ૩૦, ધંધો મજુરી, રહે. જુના મકનસર) પોતાના મકાનમાં પરપ્રાંતિય બનાવટી વિદેશી દારૂની બોટલો નંગ 47, કિ.રુ. 24,100 તથા બીયર ટીન નંગ 24, કિ.રૂ. 2,400 નો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસે કુલ મુદામાલ કિ.રૂ. 26,500 નો જપ્ત કર્યો છે. આ ગુનામાં અન્ય ત્રણ આરોપીઓ રાજુરામ મહીરામ ખીલેરી (ઉ.વ.૨૭, ધંધો ટ્રાન્સપોર્ટ, હાલ રહે. ગણેશનગર, મકાન નં.૨૪, પાટીદાર ટાઉનશીપની પાછળ, ટીબડીના પાટીયે, તા.જી.મોરબી) નથમલ ડગલારામ સીદણ (ઉ.વ. ૨૯, ધંધો મજુરસી, રહે. હાલ યમુનાનગર, મોરબી) તથા સુનીલ શ્યામલાલ બિશ્નોઇ (મૂળ રહે. તા. બિલાડા, જી. જોધપુર, રાજય રાજસ્થાન) દારૂની હેરાફેરી કરવામાં સંડોવાયેલા છે.

આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ આરોપી ગીરીશભાઇની કોરોના રિપોર્ટ આવ્યા બાદ અટકાયત કરાશે. તેમજ પોલીસે અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

- text