મોરબી મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિની દર વર્ષે 5 ઓગસ્ટના યોજાતી મીટિંગ મોકૂફ

મોરબી : મોરબીના મચ્છુ કાંઠા વિસ્તારના વ્યાસ જ્ઞાતિજનોની દર વર્ષે 5 ઓગસ્ટના રોજ જનરલ મીટીંગ હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારી ચાલતી હોવાથી સરકારના આદેશ મુજબ જ્ઞાતિની જનરલ મીટીંગ રદ કરેલ છે. તેની સર્વ જ્ઞાતિજનોએ નોંધ લેવા વ્યાસ મચ્છુ કાંઠા સમિતિ દ્વારા યાદીમાં જાણ કરવામાં આવી છે.