મોરબી : ઇન્દીરાનગરમાંથી ચાર મહિલાઓ તથા વીસીપરામાંથી પાંચ શખ્સો જુગાર રમતા પકડાયા

ઇન્દીરાનગર કેસમાં રૂ. 4,500 રોકડ તથા વીસીપરા કેસમાં રૂ. 11,150 રોકડ જપ્ત

મોરબી : મોરબી શહેરમાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી છે. ત્યારે શહેરના ઇન્દીરાનગર વિસ્તારમાંથી રૂ. 4,500 રોકડ સાથે ચાર મહિલાઓ જુગાર રમતા પકડાઈ હતી. તથા વીસીપરા વિસ્તારમાંથી રૂ. 11,150 રોકડ પાંચ શખ્સો જુગાર રમતા પકડાયા હતા. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નવ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.

મોરબીના ઇન્દીરાનગરમાં આવેલ બાવળવાળી મેલડીમાંનાં મંદીર સામે શેરીમાં જાહેરમાં જુગાર રમતા વિનુબેન દિનેશભાઇ વરાણીયા, રેખાબેન રાજુભાઇ ગોરધનભાઇ વરાણીયા, ફરજાનાબેન ફારૂકભાઇ ઉમરેઠીયા તથા શકીનાબેન અસગરભાઇ ભટ્ટીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 4,500ની રોકડ રકમ જપ્ત કરી છે.

મોરબીના વીસીપરામાં અમરેલી રોડ પર ભવાનીનગર પાસેથી જાહેરમાં જુગાર રમતા યોગેશભાઇ સવસીભાઇ અગેચણીયા, મનિષભાઇ ચંદુભાઇ સાથલીયા, રવીભાઇ સામતભાઇ અગેચણીયા, અજયભાઇ ભુપતભાઇ અગેચણીયા તથા ભરતભાઇ નાગજીભાઇ શેખાણીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 11,150ની રોકડ કબ્જે કરી છે. તેમજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.