ટંકારા મામલતદાર કચેરીમાં જી-સ્વાનની કનેક્ટિવિટી ખોરવાતા દસ્તાવેજની કામગીરી બંધ

ટંકારા : ટંકારા મામલતદાર કચેરીમાં જીસ્વાનની કનેક્ટિવિટી વારંવાર ખોરવાઇ જવાથી સબ રજીસ્ટાર કચેરીમાં ચાલુ મહિનો એટલે કે જુલાઈ મહિનામાં માત્ર બારેક દિવસ દસ્તાવેજી કામગીરી થયેલ છે. અને આજે બપોરે ચોથી વખત ફરી જીસ્વાનની કનેક્ટિવિટી ખોરવાઇ ગયેલ છે. જેના કારણે દસ્તાવેજી કામગીરી બંધ થઇ ગયેલ છે. આથી દસ્તાવેજ, ઈ – ધરા એન્ટ્રી, રેશનકાર્ડના કામે જે લોકો જતા હોય તો પહેલા યોગ્ય ખરાઇ કયાઁ બાદમાં જ કામગીરી માટે જવુ. તેમ પ્રમુખ, રેવન્યુ બાર એસોસિએશન, મોરબી તથા પ્રમુખ, બાર એસોસિએશન, ટંકારાની યાદીમાં જણાવાયુ છે.