નવા ખારચીયામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોની અટકાયત

મોરબી : મોરબી તાલુકાના નવા ખારચીયા ગામમાં છ શખ્સોને જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 28ના રોજ મોરબી તાલુકાના નવા ખારચીયા ગામમાં સુરેશભાઇ વાણંદના મકાનની પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રૂ. 8,400 કબ્જે કરવામાં આવ્યા છે. આ બનાવમાં સુરેશભાઇ મનજીભાઇ લખતરીયા, હસમુખભાઇ બાબુભાઇ જાલરીયા, અનીલભાઇ રવજીભાઇ વણોલ, મણીલાલ ધીરજલાલ બોપલીયા, દેવજીભાઇ ભુરાભાઇ વણોલ તથા રોનકભાઇ નરભેરામભાઇ વાધળીયાની અટકાયત કરવામાં આવી છે.