ડર કે આગે જીત હૈ : કોરોનાની જંગમાં ડર નહીં, પણ સાવચેતી જ એકમાત્ર શસ્ત્ર!

(હિટ વિકેટ..નિલેશ પટેલની કલમે..)

આજ કાલ જ્યાં પણ જાવ સૌથી વધુ બોલાતો શબ્દ છે ” કોરોના “.. વ્યક્તિ જેટલી વાર પરિવાર ને યાદ નથી કરતો એટલો કોરોના ને યાદ કરે છે કહી શકાય કે કોરોના હાલ દિલોદિમાગ પર સવાર છે અને કદાચ એટલે જ કોરોના ને હરાવવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે

કોરોના નો કહેર જાણે કે દિન પ્રતિદિન પોતાનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો હોય અને એ પંજા ની સતત વધી રહેલી ભીંસ બધા ને મનમાં અનુભવાઈ રહી છે સવારે ઘરે થી નીકળી ને ક્યાંય પણ જાવ કોરોના સિવાય કોઈ બીજી ચર્ચા જ નથી

કોરોના ના જેટલા દર્દી છે એનાથી અનેક ગણા લોકો એવા છે જેમને કોરોના નો ભય માત્ર ડરાવી રહ્યો છે કોરોના -એક વાઇરસ એ આખી દુનિયા ની ઊંઘ હરામ કરી નાખી છે આજ કેટલા કેસ આવ્યા ? . કેટલા ના મોત થયા ? આ સવાલ ના જવાબ મેળવવા જ હોય છે બધા ને પણ કોરોના નો ડર એ કોરોના કરતા પણ ખતરનાક સાબિત થઈ રહ્યો છે એ એક હકીકત છે

કોરોના નો ડર એ હદે આપણા માં આવી ગયો છે કે શરદી કે ઉધરસ થવાનું તો દૂર પણ જો કોઈ ને છણકો સુદ્ધા આવે તો જાણે એ જીવતું જાગતું મોત હોય એવી દ્રષ્ટિથી એ વ્યક્તિ ને જોવામાં આવે છે માસ્ક પહેરી લીધું .. સેનિટાઈઝર સાથે લઈ લીધું ને બીજા થી થોડા દૂર રહેવાનું ચાલુ કર્યું એટલે આપણે સલામત છીએ એવું કોઈ પણ વ્યક્તિ હાલ માનવા તૈયાર સુદ્ધા નહીં થાય કારણ કે આપણને પોઝિટિવ વિચાર પહેલા થી ક્યારેય ગમ્યા જ નથી આપણને તો ફક્ત નેગેટિવિટી માં જ રસ છે અલ્યા ભાઈ કોરોના થી સાવચેત ચોક્કસ રહેવાનું છે પણ જરૂરી નથી કે કોરોના નહીં જ થાય .. એ વાઇરસ છે ને વાઇરસ શબ્દ જ પહેલા થી જોખમ નું પ્રતીક છે એટલે આપણને કોરોના શરીર થી થાય કે ના થાય પણ મન થી તો થઈ જ રહ્યો છે

દુનિયા માં કેટલાય દેશ કોરોના ની રસી માટે દાવા કરી રહ્યા છે પરંતુ એક પણ દેશ પોતાના દેશ માં કોરોના નું સંક્રમણ અટકાવી નથી શક્યા ને એનો સીધો અર્થ એવો થાય કે કોરોના પર અંકુશ મેળવવો હાલ ની તકે તો મુશ્કેલ જ છે બસ આશા છે કે જલ્દી રસી મળી જાય ને એ આશા જ હાલ સુધી કોરોના ને એના બિહામણા સ્વરૂપ સુધી પહોંચતા અટકાવી શકી છે

મિત્રો વિચારી જુવો એક વાર કે હજી દેશ માં કોરોના નો આંકડો કુલ વસ્તી ના 1 % પણ નથી થયો પરંતુ લોકો માં ફેલાયેલ હાઉ ના લીધે લોકો પોતાની સમજણ ને ભૂલી જ ગયા છે આરોગ્ય તંત્ર પર આક્ષેપો થઈ રહ્યા છે સરકાર ની ટીકા થઈ રહી છે અને જાણે કે દેશ નું આરોગ્ય માળખું જ ખોરવાઈ ગયું હોય એમ સોસીયલ મીડિયા માં કોરોના ને હીરો બનાવી દેવામાં આવ્યો છે માની લો કે જો કોરોના ના કેસ નો આંકડો કુલ વસ્તી ના 10 % એ પણ જો પહોંચે તો શું સ્થિતિ થાય ?? .. કલ્પના કરવી પણ ધ્રુજાવી દે એવી છે ને

હાશ , આતો માત્ર કલ્પના જ હતી ખરું ને, પણ યાદ રાખો મિત્રો કે કોરોના નો ડર એ પણ એક માનસિક સ્થિતિ જ છે કોરોના એટલો ખતરનાક સાબિત નથી થઈ રહ્યો જેટલી ખરાબ સ્થિતિ એના ડર માત્ર થી ઉભી થઇ છે

કોરોના થી ડરવાની જરૂર ચોક્કસ છે કારણ કે આપણે કોરોના ને તેની રસી મળે ત્યાં સુધી આપણાં થી માત્ર શરીર થી નહીં પરંતુ મન થી પણ દૂર રાખવાનો છે કોરોના ના સાચા સમાચાર જાણવા ચોક્કસ જરૂરી છે પરંતુ સાથે સાથે એ માહિતી ફક્ત આપણને આગળ વધવા માટે નો નકશો તૈયાર કરવા પૂરતી જ હોવી જોઈએ વધતા કેસ જોઈ ને જે ડર ફેલાયો છે એ ડર માણસ ની ધીરજ ને પણ તોડી રહ્યો છે અને જો એ ધીરજ તૂટી જશે તો કદાચ કોરોના કરતા તેના ડર સાથે જીવતા લોકો ને વધુ ને વધુ નુકસાન સહન કરવું પડશે

ભાઈ, કોરોના છે તો છે એના થી ડરી ને જીવવાનું તો ના જ છોડી શકાય ને .. અને પુરા જ્ઞાન વિના કોરોના ની વ્યાખ્યા કરવી એ પણ યોગ્ય નથી હાલ નો સમય બધા એ એક થઈ ને આ અદ્રશ્ય દુશ્મન સામે જીત મેળવવાનો છે નહીં કે કોઈ ને નડતરરૂપ થવાનો .. આરોગ્ય તંત્ર ને સહકાર આપીશું તો ને તો જ આપણે કોરોના પર કૈક અંશે અંકુશ મેળવી શકીશું બાકી આરોગ્ય તંત્ર હિમ્મત હારી જશે તો આપણે સૌ સૈનિક વિના ના રાજા બનીને રહી જઈશું એ ના ભૂલતા ને એવી સ્થિતિ માં તો માનવતા પણ દમ તોડી દેસે એટલે મહેરબાની કરી ને શાંત થાઓ ને કોરોના થી બચવાના તમામ ઉપાય અત્યારે આપણે ફરજીયાત કરવાના જ છે જ્યાં સુધી એની રસી ના શોધાઈ જાય ત્યાં સુધી આપણે માનવ સભ્યતા ને મદદરૂપ થવાનું છે નહીં કે ડર ફેલાવીને કોરોના ને મદદ કરવાની

દુનિયા માં અગાઉ પણ આવા વાઇરસ આવી જ ચુક્યા છે કોરોના કરતા પણ વધુ ખતરનાક વાઇરસ સામે આપણે કાયમ જીત મેળવી જ છે ને અહીં પણ જીત તો મેળવીશું જ એમા શંકા ને કોઈ જ સ્થાન નથી પરંતુ હાલ સમય છે કોરોના ને હરાવવા માટે તમામ એ કોરોના વોરિયર્સ બનવાની

કોરોના સામે ની લડાઈ એ કોઈ ની વ્યક્તિગત નથી પણ તમામ માનવજાત ની છે એટલે એમાં આપણે પણ આપણું યોગદાન આપવું જ પડશે .. થોડું આપણે પણ સુધારવું પડશે .. આપણે શરીર ના કોરોના ને ભલે મોડો ભગાડી શકીએ પણ મન પર હાવી થયેલા કોરોના ના ડર રૂપી જોખમ ને દૂર કરવું એ પ્રાથમિકતા છે ને એમ થશે ત્યારે આપણે કોરોના સામે નો 80 % જંગ જીતી ચુક્યા હોઈશું ..

ચર્ચા જેટલી કરીશું એટલી ઓછી છે તેનો અંત ક્યારેય નહીં આવે પરંતુ ટૂંકું ને ટચ સમજી લઈએ કે કોરોના ના ડર સામે ની જીત એ કોરોના સામે ના જંગ માં પહેલી જીત હશે ..

જયહિન્દ , નિલેશ પટેલ મોરબી