29 જુલાઈ, બુધવાર : સવારે 28 બાદ વધુ 2 કેસ સાથે આજના રેકર્ડબ્રેક 30 કેસ નોંધાયા

- text


મોરબી જિલ્લાના કુલ કેસ 295 થયા : આજે 5 લોકો સ્વસ્થ થતા રજા આપવામાં આવી

મોરબી :મોરબીમાં આજે સવારે 28 કેસ નોંધાયા બાદ અત્યારે સાંજે વધુ બે નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેથી અત્યાર સુધીના કોરોના કેસનો આંકડો 295 થયો છે. વધુમાં આજ રોજ 5 દર્દીઓ પણ સાજા થતા તેઓને રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લામાં આજે કોરોનાના 28 કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ અત્યારે વધુ બે કેસ સામે આવતા કુલ કેસ 30 થઈ ગયા છે.જેમાં નવી પીપળી ગામમાં રહેતા 51 વર્ષીય, 25 વર્ષીય, 54 વર્ષીય, 70 વર્ષીય મહિલા એમ ચાર મહિલાઓ તથા એક 26 વર્ષીય પુરુષ, વાવડી રોડ પર રહેતા 41 વર્ષીય મહિલા, મહેન્દ્રનગર ખાતે રહેતા 70 વર્ષીય પુરુષ, ટંકારામાં રોહિશાળા ખાતે રહેતા 23 વર્ષીય પુરુષ, નેકનામ ગામમાં ઓનેરી કંપનીના 53 વર્ષીય પુરુષ, કોઠી શેરીમાં રહેતા 65 વર્ષીય પુરુષ, મોરબીના શનાળા રોડ પાર ખેરની વાડીમાં રહેતા 58 વર્ષીય પુરુષ, ભાંડીયાની વાડીમાં રહેતા 36 વર્ષીય મહિલા અને 33 વર્ષીય પુરુષ, કાલિકા પ્લોટમાં શિવ સોસાયટી ખાતે રહેતા 48 વર્ષીય પુરુષ, મહેન્દ્રનગરના 49 વર્ષીય પુરુષ, ગ્રીન ચોક ખાતે રહેતા 24 વર્ષીય પુરુષ, આનંદનગરમાં રહેતા 55 વર્ષીય પુરુષ, રવાપર રોડ પર રહેતા 59 વર્ષીય પુરુષ, પંચાસર રોડ પર 52 વર્ષીય પુરુષ, વેજીટેબલ શેરીમાં રહેતા 80 વર્ષીય મહિલા, ઘાંચી શેરીમાં રહેતા 71 વર્ષીય પુરુષ તથા પખાલી શેરીમાં રહેતા 70 વર્ષીય પુરુષ, રવાપર રોડ પર નીતિન પાર્કમાં મંગલદીપ એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતા 58 વર્ષીય પુરુષ,રોટરી નગરમાં રહેતા 55 વર્ષીય પુરુષ, નરસંગ મંદિર નજીક સુભાષ નગર સોસાયટીની શેરી નં. 3માં રહેતા 68 વર્ષીય તથા 38 વર્ષીય પુરુષ, કાયાજી પ્લોટમાં રહેતા 46 વર્ષીય તથા 82 વર્ષીય મહિલા,રોટરીનગરમાં રહેતા 55 વર્ષીય પુરુષ અને કાયાજી પ્લોટમાં રહેતા 55 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

- text

વધુમાં આજરોજ 5 દર્દીઓ રિકવર થતા તેઓને રજા આપવામાં આવી છે. જેમાં મોરબીમાં કલેકટર બંગલો સામે રહેતા 38 વર્ષીય પુરુષ, તાલુકા પોલીસ લાઇનમાં રહેતા 35 વર્ષીય મહિલા, વજેપર-13માં રહેતા 37 વર્ષીય પુરુષ, વજેપર -15માં રહેતા 30 વર્ષીય પુરુષ અને હળવદના જુના ધનાળામાં રહેતા 42 વર્ષીય મહિલાનો.સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 295 કેસ નોંધાયા છે. જેમાંથી 157 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 20 દર્દીના મોત નિપજ્યા છે. અને હાલ 118 દર્દીઓ સારવાર હેઠળ છે.

- text