મોરબીમાં ભાજપ દ્વારા વોર્ડ નં. 1 થી 13માં સૅનેટાઇઝિંગ શરુ કરાયું

મોરબી : મોરબી જીલ્લામાં ભાજપ દ્વારા મોરબી શહેરના વોર્ડ નં. 1 થી 13માં સેનેટાઇઝર મશીન દ્વારા સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સેનેટાઇઝની કામગીરીની શરુઆત મોહનભાઈ કુંડારીયાના કાર્યાલયથી કરવામા આવી છે. જ્યારે આ કાર્યક્રમમા પુર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પુર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, જીલ્લા ઉપપ્રમુખ ચંદુભાઈ હુંબલ, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી રીષીપભાઈ કૈલા, ભાવેશભાઈ કણઝારીયા, સિનિયર આગેવાન પ્રદીપભાઈ વાળા, હસુભાઇ પડયાં, દુર્લભજીભાઈ દેથરીયા સહિત મોરબી જીલ્લા ભાજપની ટીમ, મોરબી શહેર ભાજપ સંગઠન અને મોરબી નગરપાલિકાના કાઉન્સિલરો હાજર રહ્યા હતા.