મોરબીના પીપળી-જેતપર રોડ પર વીજપોલ વેલથી ઢંકાઈ ગયો!

- text


વેલ ઇલેક્ટ્રિક વાયરોમાં વીંટળાઇ ગઈ હોવા છતાં તંત્ર બેદરકાર

મોરબી : મોરબી જિલ્લામાં પીપળી-જેતપર રોડ પર આવેલ વીજ પોલ પુરેપુરો વેલથી ઢંકાઈ ગયો છે. તેમજ વેલ પોલની ઉપર સુધી વેલ પહોંચી ગઈ છે. અને વેલ ઇલેક્ટ્રિક વાયરોમાં વીંટળાઇ ગઈ છે. પરંતુ હજુ સુધી તંત્ર બેદરકાર છે. તંત્ર દ્વારા વેલ કાપવામાં આવી નથી. કે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, ઇલેક્ટ્રિક શોક લાગવાનું જોખમ છે. ગમે ત્યારે દુર્ઘટના સર્જાય શકે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે લોકોમાં તંત્ર દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text

- text