તંત્રનો આભાર : વિજપોલ ફરતે વીટયાળેલી વેલને તાકીદે દૂર કરાઈ

મોરબી : મોરબીના પીપળી-જેતપર રોડ પર આવેલ વીજ પોલ પુરેપુરો વેલથી ઢંકાઈ ગયો હતો. આ લીલી વેલ વીજપોલની ઉપર સુધી પહોંચીને ઇલેક્ટ્રિક વાયરોમાં વીંટળાઇ ગઈ હતી. આથી, ઇલેક્ટ્રિક શોક લાગવાનું જોખમ સર્જાયું હતું. ત્યારે આ અંગે સ્થાનિકોની રજુઆત બાદ મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. મોરબી અપડેટમાં આ બનાવના સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે વીજ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વીજ તંત્ર દ્વારા મોરબીના પીપળી-જેતપર રોડ પર આવેલ વીજપોલ ઉપરથી વેલ હટાવવાની સઘન કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી થતા સ્થાનિકોને રાહત થઈ છે. અને ત્વરિત કામગીરી બદલ વિજતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.