મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ

- text


લોકડાઉનનો ચુસ્ત અમલ, ભલભલા ગુનેગારોને પાસા કરવા તથા અનેક ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં એસપીની સરાહનીય કામગીરી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે ડો. કરનરાજ વાઘેલાએ ચાર્જ સભાળ્યાને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષ દરમિયાન તેઓ મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર અંકુશ મેળવવા માટે સતત સક્રિય રહ્યા છે. ખાસ કરીને હાલમાં કોરોનાને લઈને લાગુ કરાયેલા લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવીને જિલ્લાના લોકોને કોરોનાથી દૂર રાખવાના અથાગ પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત, ભલભલા ગુનેગારોને પાસા કરવા તથા અનેક ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં એસપીની સરાહનીય કામગીરી રહી છે.

બે વર્ષ પૂર્વે મોરબી જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સાંભળતાની સાથે એસપી ડો. કરનરાજ વાઘેલાએ જિલ્લાની બાગડોર સાંભળી લીધી હતી અને મોરબી જિલ્લાના લોકો એકદમ સુખચેનથી રહી શકે એ માટે સતત સક્રિય રહ્યા છે. તેમની એક સફળ એસપી તરીકેની સરાહનીય કામગીરીને કારણે સમગ્ર જિલ્લાના પોલીસ બેડા અને સમગ્ર પ્રજાના હૃદય આદરણીય સ્થાન ધરાવે છે. ખાસ કરીને બે વર્ષ દરમિયાન આ એસપીની ભલભલા ગુનેગારોને પાસા કરવાની સૌથી વધુ નોંધનીય કામગીરી રહી છે.

આ ઉપરાંત, કોરોના કાળમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવીને લોકડાઉન દરમિયાન જિલ્લાના લોકોને કોરોના મુક્ત રાખવામાં સફળ થયા હતા. લોકડાઉન દરમિયાન સતત પેટ્રોલીગ કરી તથા ફ્લેગ માર્ચ કરીને લોકોને કોરોનાથી દૂર રહેવા અંગે સચેત કર્યા હતા. લોકડાઉન દરમિયાન સૌથી વધુ સારી સઘન કામગીરી કરવાની સાથે રીઢા ગુનેગારો ઉપર પણ લગામ કસી હતી અને અનેક ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા છે.

- text

વધુમાં, ટ્રાફિક વ્યવસ્થા જળવવામાં પણ ઉમદા કામગીરી કરી છે. જેમાં વનવે જાહેર કરવા અને સૌથી વધુ ગંભીર વાહન પાર્કિંગની સમસ્યા હલ કરી હતી. ત્રણ જગ્યાએ આવેલા પાર્કિંગ સ્થળો પરના દબાણોને દૂર કરીને ખુલ્લા કર્યા હતા. રોડ ઉપર નડતા વિજપોલ હટાવી તેમજ રવાપર રોડ પરની અવની ચોકડી, ઉમિયા સર્કલ પાસે ટ્રાફિક હળવો કરવા માટે વનવે જાહેર કર્યા હતા અને લોકોને કાયમી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપી છે. જ્યારે લોકોના કોઈપણ પ્રશ્નો હોય તો તેમને સીધા જ મળી શકે છે. તેઓ સોશ્યલ મીડિયામાં પણ લોકોના સંપર્કમાં રહીને તેમના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થાય છે. લોકોના સીધા ટચમાં રહેતા આ બાહોશ અધિકારી મોરબીમાં રહે તેવી લોકોની માંગ છે.

- text