મોરબીના મગનભાઈ વડાવીયાની રાજકોટ જિલ્લા બેંકમાં સતત બીજી વખત વાઇસ ચેરમેન તરીકે વરણી

 

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ ચેરમેન અને સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવીયાની રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના વાઇસ ચેરમેન તરીકે સતત બીજી વખત વરણી થઈ છે. આ સાથે બેંકના ચેરમેન તરીકે જયેશભાઇ રાદડિયાની વરણી થઈ છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોના પ્રશ્નોને સતત વાચા અપાવતા એવા મોરબીના મગનભાઈ વડાવીયાની બિનહરીફ વરણી થતા તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.