સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ મોરબી અને હરબટીયાળીમાં રક્તદાન કેમ્પ યોજાયા

- text


સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, વેપારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતોએ રક્તદાન કરી ખરા અર્થમાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રદ્ધાંજલિ આપી

મોરબી : સૌરાષ્ટ્રના કદાવર ખેડુત નેતા, ગરીબોના બેલી, સર્વે સમાજને સાથે લઇ ચાલનાર, સહકારી ક્ષેત્રના ભિષ્મ પિતામહ, પુર્વ સાંસદ, છોટે સરદાર અને લોકસેવક સ્વ. વિઠ્ઠલભાઇ હંસરાજભાઇ રાદડીયાની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતના વિવિધ ભાગમાં સહકારી પરિવાર અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક કર્મચારી ચેરીટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા મોરબી અને ટંકારાના હરબટીયાળી ગામે મહારક્તદાન કેમ્પ યોજાયા હતા. જેમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, વેપારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉમટી પડીને રક્તદાન કરી ખરા અર્થમાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રદ્ધાંજલિ આપી હતી.

મોરબી ખાતે આજે સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારક્તદાન કેમ્પનું સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ મહારક્તદાન કેમ્પમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, વેપારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉમટી પડીને રક્તદાન કરી ખરા અર્થમાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે ટંકારા તાલુકામાં હરબટીયાળી મુકામે પટેલ સેવા સમાજ વાળી ખાતે યોજાયેલા મહારક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

મહારક્તદાન કેમ્પમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના જનરલ મેનેજર વી. એમ. સખિયા, બી. એમ. હીરપરા, જે. વી. બોડા, જીલ્લા સહકારી બેંકના કર્મચારીઓ, સહકારી આગેવાનો, ટંકારા તાલુકાના સંરપચો, સહકારી મંડળીઓ કર્મચારીઓ તેમજ ખેડુતો અને મહિલાઓ મોટી સંખ્યામાં રક્તદાન કરી ખેડૂતોના મસિહા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ તેમની પુણ્યતિથિ નિમિત્તે હરબટીયાળી ગામે આવેલ પટેલ સેવા સમાજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વૃક્ષપ્રેમી નમેરા સાહેબ અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયા તેમજ બેંકના મેનેજર જે. વી. બોડા સાહેબના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ મહારક્તદાન કેમ્પમાં રાજકોટની સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા રક્ત એકત્ર કરવામાં આવ્યું છે.

- text

આ એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદોને પૂરું પાડી સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. મહારકતદાન કેમ્પમાં ૩૫૦થી વધુ રકતદાતાઓ રક્તદાન કર્યું હતું. તેમજ દાતાશ્રીઓ દ્વારા રક્તદાતાને ભેટ પણ આપવામાં આવી હતી. આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા સહકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રેના આગેવાનો નરેન્દ્રભાઇ સંઘાત, કાનજીભાઈ ભાગિયા, રામજીભાઈ સંધાત, ભવાનભાઈ ભાગિયા, કે. પી. ભાગિયા, દિનેશભાઈ વાધરીયા, દેવશીભાઇ સવસાણી, જીતુભાઈ ખોખાણી, પ્રદિપસિંહ ઝાલા, હરબટિયાળી સરપંચ મહેશભાઈ ઝાપડા, હરબટિયાળી પટેલ સેવા સમાજના ટ્રસ્ટીઓ, પિપળિયા રાજના સંરપચ તેમજ મંડળીના પ્રમુખ પટેલ મહેબુબભાઈ અહેમદભાઈ જહેમત ઉઠાવી હતી.

- text