ભ્રષ્ટાચારથી કંટાળી મકનસરના રહીશ દ્વારા રાજ્યપાલ પાસે કરાઈ ઈચ્છામૃત્યુની અરજી

- text


ભૂમાફિયાઓ સરકારની મદદથી જમીન પચાવી પાડી હોવાથી અરજદારને હાલાકી

મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામમાં રહેતા જમનાદાસ ટપુભાઈ પરમાર વ્યવસાયે ચર્મ કામ કરે છે. તેઓએ મોરબી જિલ્લાના સરકારી તંત્રના ભ્રષ્ટાચાર અને લાગવગશાહીથી થાકી રાજ્યપાલ પાસે ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગ સાથે અરજી કરી છે.

આ અરજીમાં જમનાદાસભાઈએ જણાવ્યું છે કે તેમનો પરિવાર જુના મકનસર ગામે મૂર્ત પશુઓના ચર્મ કામનો વ્યવસાય વર્ષોથી કરી ગુજરાન ચલાવી રહ્યો છે. જેના માટે મકનસર ગ્રામ પંચાયત દ્વારા તા. 25/11/1985ના રોજ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી સર્વે નંબર 133/1, જે સરકારી ખરાબો છે ત્યાં તેમને જમીન આપવામાં આવેલ છે. જ્યાં મૂર્ત પશુઓને લાવી તેમનું ચામડું કાઢી પશુઓનો નિકાલ વર્ષોથી કરી રહ્યા હતા. આ સરકારી ખરાબાની પાસેની જમીન પર ઉદ્યોગો શરુ થતા આ જમીનની કિંમત વધી છે.

- text

ભુમાફિયાઓ દ્વારા સરકારી તંત્રનો ઉપયોગ કરી જમીનને પચાવી પડાઈ છે. તેમજ તેઓ પાસેથી બળજબરીપૂર્વક ખાલી કરવી અન્યોને ફાળવી આપેલ છે. આ બાબતે તેઓ દ્વારા અનેક વખત તંત્રને રજુઆત કરવામાં આવતા ભુમાફિયાઓ દ્વારા હુમલોઓ અને ખોટા કેસો કરવામાં આ અમો મકનસર ગામથી હિજરત કરી ગયેલ હતા. તેઓ દ્વારા આ સરકારી ખરાબાની માહિતી તંત્ર પાસે મંગાવામાં આવી હતી. પરંતુ તંત્ર પૂરતી માહિતીઓ નથી આપતા કે તેઓને એ જગ્યાનો કબજો પણ આપવામાં આવતો નથી.

વધુમાં, રજૂઆતમાં જણાવાયું છે કે હાલ મૂર્ત પામેલ પશુઓના શરીર ખુલ્લામાં પડ્યા હોય છે. જેમાંથી ગંદકી અને રોગ ફેલાવવાની સંભાવના હોવા છતાં સરકારી તંત્ર ઉદ્યોગકારોને એનકેન પ્રકારે સરકારી ખરાબાની જમીનો આપી રહ્યા છે. તેઓ હવે રજૂઆતો કરી થાકી ગયા છે. તેઓને હવે એમ લાગે છે કે આખું સરકારી તંત્ર મળીને જ આ કામો કરી રહ્યું છે. સરકારને તેની જમીનની ચિંતા નથી. હવે તેઓની લડવાની હિંમત પૂરી થઇ ગઈ છે. તેથી, તેઓની વિનંતી કે તેઓને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવામાં આવે. કેમ કે પરિવારની ખરાબ હાલત જોય શકાય તેમ નથી. તેમજ આ ઘટનાની જાત તાપસ પણ કરાવવા પણ અપીલ કરવામાં આવી છે.

- text